CLOSE ×
Hijama camp 2
પોરબંદરમાં સામાજીક, સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટા દ્વારા બીજો હિજામા (કપીંગ થેરાપી) કેમ્પ યોજાયો હતો.પોરબંદરમાં આવેલ “નૂરી હોલ' ખાતે યોજાયેલા આ હીજામા (કપીંગ થેરાપી) કેમ્પમાં ૧૦૦ લોકોએ લાભ લીધો હતો.
માથાના દુઃખાવા, કમરના દુઃખાવા, ઢીંચણના દુઃખાવા, હૃદયની તકલીફ, બ્લડ પ્રેશર, થાઈરોડ, મોટાપો, સ્કીન એલર્જી, આંખના નંબર, ખેંચ આવવી, વેરીકોઈઝ વેઈન, સાઈટીકાની તકલીફ, ડીપ્રેશન જેવા અનેક રોગોના ઉપાય ગણાતો આ કપીંગ થેરાપી વિશે આ કેમ્પમાં વધુ માહિતી આપતા જણાવાયું હતુ કે, હિજામા એ પ્રાચીન અને સદીઓથી ઉપયોગ કરવામાં આવતી સારવારની પધ્ધતિ છે., જેને આધુનિક રીતે વધુ ઉપયોગી, વધુ સરળ અને વધુ ફાયદાકારક બનાવવામાં આવી છે, મનુષ્યની તંદુરસ્તીનો આધાર શુધ્ધ અને સ્વચ્છ લોહી પર હોય છે, ૭૦ ટકાથી વધુ બિમારીઓ શરીરમાં રહેલા વિષાણુયુકત લોહી દ્વારા થાય છે, જેના કારણે મનુષ્યની તંદુરસ્તી પર ખરાબ અસર પડે છે અને તે શારીરીક અને માનસિક બિમારીઓનો ભોગ બને છે., દરેક મનુષ્ય (સ્ત્રી અને પુરૂષ)માં ઓછા -વધુ પ્રમાણમાં વિષાણુ યુક્ત લોહી રહેલું હોય છે., હિજામા દ્વારા શરીમાં રહેલા આવા વિષાણુયુક્ત લોહીને બહાર કાઢી નાખવામાં આવે છે., ઘણી બિમારીઓમાં જેમાં મોંઘાદાટ જેવા ઈલાજથી રાહત નથી મળતી તેવી બિમારીઓમાં પણ રેગ્યુલર હિજામા કરવાથી રાહત મળે છે., જુની હઠીલી બિમારીઓમાં પણ આશીર્વાદરૂપ છે... હિજામા સ્ત્રી -પુરૃષ તથા દરેક ઉમરની વ્યકિત કરાવી શકે છે.
આ કેમ્પ નાં સમારોહ માં ટ્રસ્ટ ની વેબસાઈટ નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સ્યેદ ઈકબાલ બાપુ તિરમીઝી નાં શેહઝાદ મોઇન બાપુ તીરમિઝી અને ટ્રસ્ટ નાં પૂર્વ પ્રમુખ મર્હુમ મોહમ્મદ ભાઈ બ્લોચ નાં શેહઝાદ નાં હસ્તે વેબસાઈટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વેબસાઈટ પર ટ્રસ્ટ નાં છેલા ૧૦ વર્ષ નાં કરેલ કાર્ય ની માહિતી આપેલ છે, આ વેબાઈટ પર ટ્રસ્ટ નાં કરેલ અથવા યોજાયેલ કર્યો ની સમગ્ર માહિતી આપવમાં આવી છે. આ વેબસાઇટ નું સમગ્ર સંચાલન જયભાઈ રૈયારેલા અને અશફાક લોધિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ કેમ્પમાં આવેલ હાર્ટના દદી હસનભાઈ મલકે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા તેઓને હાર્ટ એટેકની તકલીફ થયા બાદ ૯૯% બ્લોકેજ હતું અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે, આ તલીફ થયા બાદ શરીર માં કેટલાક પ્રકાર નાં દુઃખવાઓ થતાં હતાં પરંતુ બે મહિના પહેલાં ઉમ્મતિ એન્ડ ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ કેમ્પમાં હિજામાં કરાવ્યા બાદ તેઓને ઘણી બધી રાહત થય હતી અને તેઓ ફરીને આ કેમ્પમાં હિજામા નો ઈલાજ કરાવી રહ્યાં છે. હિજામ કરાવ્યા બાદ રીપોર્ટ માં આશ્ચર્યજનક સુધારો દેખાયો છે તેમ પણ તેઓ એ જણાવ્યું હતુ.
આ કેમ્પમાં ધોરાજી ના ડો. હાજી ઇમરાન ભાઈ ખલીફા અને તેમની ટીમ એ સેવા આપી હતી, લેડીઝ નાં હીજામા લેડીઝ દ્વારા કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સયેદ ઈકબાલ બાપુ તિરમિઝી, ડો. યુસુસ્ફભાઈ ભંભાની, ડો. જવેદભાઈ ગુંદાવલા, નગીના મસ્જિદ ના પેશ ઈમામ હઝરત વાસીફ રાજા સાહબ, અસ્લમભાઈ લોધિયા, ફારુક ભાઈ એબાણી, ફારૂક ભાઈ સુર્યા, વગેરે હાજર રહ્યાં હતાં.
આ કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના એજાઝભાઈ લોધિયા, હાજી યાસીનભાઈ એબાણી, આરીફભાઈ રાઠોડ અને તેમની ટીમ, ઓસમાણભાઈ મતવા, સિરાજભાઈ બ્લોચ સહિત ટીમએ જેહમત ઉઠાવી હતી.